અધિકારીઓ ફોન ઉપાડતાં નથી – રહીશો
વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ શહેરમાં અનેક વખત અલગ-અલગ તંત્રની બેદરકારીથી લોકો હેરાન થતાં હોય છે ત્યારે આજે એવી જ એક ડોર ટુ ડોર કલેકશન ની ગાડી ન આવતી હોવાની ફરિયાદ , આનંદ પાર્ક શેરી નંબર 4 માં 6 દિવસથી કચરા માટે ની ગાડી આવતી ન હોવાની ફરિયાદ, પાંચ-છ દિવસ સુધી કચરા માટે ની ગાડી ન આવતી હોવાના કારણે અમારે ઘરમાં કચરો એકઠો કરવા મજબૂર બનવું પડે છે તંત્રના અધિકારીઓને ફોન કરી તો ફોન ઉપાડતા નથી તેમ જ ફોન સ્વીચ ઓફ આવે છે તેવું ત્યાંના રહીશો નું કેહવુ છે
હળવદ શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલાઓ ની અનેક વખત ફરિયાદ હોઈ અનેક જગ્યા એ ડોર ટુ ડોર કલેક્શન ની ગાડીઓ ન આવતી હોય ફરિયાદ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહે કે તંત્ર મીડિયા ના અહેવાલ બાદ જાગશે કે નહિ – ભરતભાઈ, રૂપેશભાઈ, રાજુભાઈ, અમિતભાઈ જણાવ્યું હતું