ટંંકારા પોલીસ હાઈવે પર પેટ્રોલીંગમા હતી એ ટાંકણે હાઈવે ચોક્કસ બાતમી મળી હતી કે, હાઈવે પર પસાર થતુ ચોક્કસ મોટરસાયકલ ઉપર એક શખ્સ દારૂનો જથ્થો લઈને ટંકારા જઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે લજાઈ ગામની ચોકડી પાસે વોચ ગોઠવી બાઈક ચાલકને બિયરના ટીન નંગ વીસ સાથે ઝડપી લઈ રાબેતા મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જોકે, પોલીસે અગાઉ પણ અનેક વખત દારૂની હેરાફેરી પકડી છે.
ટંકારા પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી.પરમાર સ્ટાફ ના સિધ્ધરાજસિંહ રાણા સહિતના સાથે હાઈવે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ રાજય ધોરીમાર્ગ પર મોરબી તરફથી દારૂના જથ્થા સાથે પસાર થઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસે વોચ ગોઠવી હતી એ દરમિયાન ચોક્કસ બાતમી વાળુ મોટરસાયકલ સડસડાટ પસાર થતા પોલીસે હાથનો ઈશારો કરી થોભાવી તલાસી લેતા ચાલકના કબ્જામાંથી બિયરના ટીન (ડબલા) નંગ વીસ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિયર કિંમત રૂપિયા ૨૦૦૦/- ઉપરાંત મોં.સા. કિંમત રૂપિયા ૫૦ હજાર સહિત વસીમ ઉર્ફે ભાણો અજીત સાંજી રહે.
સરકારી હોસ્પિટલ પાસે, ટંકારાને દારૂના ગુનામા ઝડપી લઈ પોલીસ થાણે લઈ આવીને પુછતાછ કરતા પોતે બિયરના ટીન મોરબીના દિપક બુધ્ધદેવ નામના ઈસમ પાસે થી મેળવ્યાનુ કબુલતા પોલીસે ટંકારાના વસીમ વિરૂધ્ધ ગુનો નોંધી મોરબીના દિપક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દારૂનુ નેટવર્ક ભારે ફુલ્યુ હોય અને પોલીસે અનેક વખત હેરાફેરી પકડી છે. પરંતુ નેટવર્ક નો ભેદભરમ ઉકેલાતો નથી.