મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે રામધૂન, ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, મહાઆરતી તેમજ દરેક રામભક્તો માટે મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાશે.
વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામ તેમજ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહક ઈનામો ની વણજાર
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મ ના આરાધ્ય દેવ પ્રભુશ્રી રામ ની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪-૨૦૨૨ રવિવાર ના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા નુ આયોજન મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવા મા આવ્યુ છે. જે અંતર્ગત સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સર્વે રામભક્તો માટે મહાપ્રસાદ નુ આયોજન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે કરવા મા આવ્યુ છે.
વેશભુષા સ્પર્ધા વિનામુલ્યે તેમજ સર્વજ્ઞાતિય રહેશે. જેમા બાળકો એ પ્રભુ શ્રી રામ નો વેશ ધારણ કરવા નો રહેશે તેમજ ૨ મીનીટ મા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે. સ્પર્ધા મા ભાગ લેનાર દરેક સ્પર્ધકો ને ઈનામો અર્પણ કરવા મા આવશે તેમજ વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામો આપવા મા આવશે. સ્પર્ધા મા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આવશ્યક હોય, રજીસ્ટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના અગ્રણી કૌશલભાઈ જાની- મો.૭૦૬૯૬૭૫૨૧૯ તથા હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો. રજીસ્ટ્રેશન તા.૮-૪-૨૦૨૨ શુક્રવાર સુધી મા કરાવવુ અનિવાર્ય છે.