આઇ ખેડૂત પોર્ટલ પર ૩૦ એપ્રિલ સુધી અરજી કરી શકાશે
શું આપ બાગાયતી ખેતી કરો છો? જો હા તો મોરબી જિલ્લાનાં બાગાયત દારો માટે ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) ઘટકમાં સરકારશ્રીનાં બાગાયત ખાતા દ્વ્રારા રૂ. ૪૫૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે. જે મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- ૩૦ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અરજી કરવા માટે ૩૦-૦૪-૨૦૨૨ સુધી જ વેબસાઇટ ખુલ્લી છે. વધુ વિગતો માટે ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.