હળવદ : એક એવું ગામ કે જ્યાં વિકાસ શું છે ગ્રામજનો ને ખબર જ નથી

વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદના સુંદરગઢ ગામે 20 વર્ષ પહેલાં બ્રાહ્મણી ડેમ 2નું નિર્માણ કાર્યમાં સુંદરગઢ નિચાણ (ડુબ)મા જવાથી ગામને સ્થળાંતર કરવું પડ્યું હતું પરંતુ વીસ વર્ષ પહેલાં સ્થળાંતર કરેલા નવા ગામને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી અને સુંદરગઢમાથી સુર્યનગર તરીકે નિર્માણ પામેલ ગામમાં 20 વર્ષોથી વિકાસનો સૂર્યોદય થયો નથી ખાસ કરીને જેમાં આરસીસી રસ્તાઓ,ગટર, લાઈટ, મકાનોના વળતર,જમીનના વળતર અને વારસદારોને પ્લોટ માલિકીના હકો સહિત સમસ્યાઓ દૂર કરવા ધારાસભ્ય,કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ છેલ્લા વીસ વર્ષથી ન્યાય માટે લડી રહ્યાં છે.

સુંદરગઢમાં ડેમ નિર્માણ સમયે માલિકીની હક સિવાય વારસદારોને પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી અને હજુ આશરે 150થી વધારે વારસદાર પોતાના હક માટે અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ નિંભર તંત્રના કાને અવાજ સંભાળાતો નથી ત્યારે ક્યારે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને માલિકીની હકો મળશે જોવું રહ્યું ?હળવદના બ્રાહ્મણી ડેમ 2મા નિર્માણ સમયે સુંદરગઢ ગામને સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેથી કરીને નવનિર્માણ ગામ સુર્યનગર તરીકે ઉદ્ભવ થયો હતો જેમાં વિવિધ પ્રકારની પ્રાથમિક જરૂરિયાત માટે સરપંચ મકનભાઈ પરમાર દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી

આ અગાઉના સરપંચો દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ નિંભર તંત્રના કાને અવાજ સંભળાતો નથી જેથી કરીને આજે 20 વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે ગામ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે ત્યારે ક્યારે સુવિધાઓ ઉપલબ્ધ થશે તે જોવું રહ્યું ?