રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના મીતાબેન કાચરોલા ચેમ્પિયન

અમદાવાદ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓની રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના મીતાબેન કાચરોલા ચેમ્પિયન

અમદાવાદ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓની રાજયકક્ષાની રમાઈ રહેલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબી ના મીતા આર.કાચરોલાએ અન્ય જિલ્લાના પ્રતિસ્પર્ધી ઓ ને હરાવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.આ પહેલા 22 થી 30 માર્ચ સુધી હરિયાણા ના પંચકુલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ની ટુર્નામેન્ટમાં ભાગ લઈ સારો દેખાવ કર્યો છે.