મોરબી જિલ્લા કલેકટરને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની લેખિતમાં રજુઆત
મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે રખડતા ઢોર પકડીને રાખવામાં આવે છે અપૂરતી સુવિધા ને લઇ સંખ્યાબંધ મૃત્યુ પામવાના અહેવાલોનો લક્ષમાં લઈ નંદી ઘરની મુલાકાત લીધી હતી જેમાં અનેક ખામીઓ સામે આવી છે તે જણાવી છે
નદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા 8 અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવા અને 24 કલાક ભરેલા રાખવા તુર્તજ વ્યવસ્થા થવી ઘટે અગનઝાર ગરમીથી બચવા નંદી વધારેમાં વધારે પ્રવાહી લે તે જરૂરી છે, હાલમાં મંડપ સર્વિસ દ્વારા છાંયડો કરવામાં આવેલ છે ની જગ્યાએ ખૂબ સારી ક્વોલિટીની તાલપત્રી નો છાયડો કરવો જોઈએ જેથી ગરમીના પ્રકોપથી નંદી ને બચાવી શકાય
અંદાજે ત્રણ મહિનામાં વર્ષા ઋતુ નો પ્રારંભ થશે ત્યારે નંદી માટે ઘાસની વ્યવસ્થા કરવી જરૂરી બનશે તો ખાસ તો કરવા ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે, હાલમાં નદીઓને સારસંભાળમાં માટે માત્ર છોકરી રાખવામાં આવેલ છે જે ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ આ તમામ બાબતો પણ ઘટતી કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી કરી છે