ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આવતીકાલથી રામકથાનો પ્રારંભ

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર આયોજીત શ્રી રામકથા શુભારંભ પ્રસંગે પધારતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ આવશે

ગુજરાતની સૌથી ઊંચી, હનુમાનજી મહારાજની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા તા. મોરબી મુકામે નિર્માણ પામેલ છે પ્રતિમાના અનાવરણ અવસર પર મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના મુખે તા. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે..

શ્રી રામકથાના શુભારંભે તા.08.03 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે. કથા પ્રારંભે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ પધારશે

શ્રી રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો, અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે સાથે સાથે લગભગ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની અદભુત કલા પીરસસે.