મોરબી શહેર જિલ્લા નો વિકાસ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારી ખરા અર્થ કરવો જોઈએ

“સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી વાર-તહેવારે મહાપુરુષોના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી અખબારોના સમાચાર બનતા લોકોએ ખરા અર્થ એ વિકાસની દિશામાં સહયોગ આપવો એ ફરજ ના ભાગે બોલવું જોઈએ”

લોકશાહીમાં લોકો લોકોના હિત હક અધિકાર માટે તંત્ર સમક્ષ રાવ રજુઆત ફરીયાદ કરતા હોય છે અને વાર-તહેવારે મહાપુરુષો ના સ્ટેચ્યુ પર ફુલહાર ચઢાવી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ વિકાસની દિશામાં આજની તારીખે મોરબીમાં મતદાર પ્રજાને જોઈતી સુવિધાનો અભાવ સતત રહ્યું હોય તેમ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે આવા સમયે પ્રજાના મતથી સત્તા પ્રાપ્ત કરનાર ધારાસભ્યો સંસદ સભ્યો નગરસેવકો સરપંચો તે પોતાના મતવિસ્તારમાં લાઇટ વેરો પાણીવેરો સફાઈ વેરો વસુલાત કરી રહ્યા છે પરંતુ સુવિધા પૂરી પાડવામાં સતત નિષ્ફળ રહ્યા હોય તેમ વ્યાપક ફરિયાદો અખબારોમાં ચમકે છે

જાડી ચામડીના ચૂંટાયેલા પ્રજાના નેતાઓ આંખ આડા કાન કરી બેઠા હોય તેમ સમસ્યાઓની હારમાળા મોરબી જિલ્લામાં વિકાસ લક્ષી સરકારના રાજમાં એક નહીં અનેક રહી છે જિલ્લા કક્ષાના અધિકારીઓ ના નિવાસસ્થાન નજીક લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ પાસે લાખોના ખર્ચે સ્વિમિંગ અને લાઈટ નો ખર્ચો કરવામાં આવ્યો હતો આજે તેમાં પુરુષના સ્ટેચ્યુ પાસે કરેલા ખર્ચા પર પાણીઢોળ કર્યું હોય તેમ ધૂળની ડમરીઓ અને મોટાભાગના સ્ટેચ્યુ પર વારે તહેવારે ચડેલા ફૂલ ના હારો પર જીવાતો પડી ગઈ હોય અને સુખી પડેલી ફૂલની પાંદડીઓ માં તકવાદી ઓની દેખાવ પદ્ધતિ પ્રકાશમાં આવ્યું હોય તેમ અવારનવાર પસાર થતા લોકો અનુભવી રહ્યા છે

જ્યારે જિલ્લાકક્ષાના નિવાસસ્થાન નજીક આવી પરિસ્થિતિ હોય તો અન્ય સ્થળ પર મહાપુરુષો ના સ્ટેચ્યુ પર કેવી પરિસ્થિતિ હોઈ શકે? એ સામાજિક સંસ્થાઓના આગેવાનો સમાજના અગ્રણીઓ સમાજ ચિંતકોએ ભૂલવું ન જોઈએ ક્રાંતિકારી વિચારો કરનાર ક્રાંતિકારી મહાપુરુષોના સ્ટેચ્યુ પૂતળા પર અભિષેક સાથે સાથે સતત સ્વચ્છતા જાળવવી જોઈએ પરંતુ અફસોસ લાખો કરોડોના ખર્ચે પર તંત્રની અણઆવડત કે આયોજનના અભાવે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર સમસ્યાઓની હારમાળા અનુભવ કરી રહ્યું છે તેમાં તકવાદી નેતાઓની નિષ્ક્રિયતા ને પારખવાની દૃષ્ટિ મતદાર પ્રજામાં નબળી રહી હોય તેના પરિણામે શાયદ સુવિધાનો સતત અભાવ રહ્યો છે

પરિસ્થિતિને ધ્યાને રાખી રોડ રસ્તા મજબૂત પાકા કરવા માં સતત અભાવ રહ્યો હોય તેમ હાલ મોરબી શહેરમાં ગંદાપાણીની ગટરો અવારનવાર ચોકપ થતી ભૂગર્ભ ગટરો ના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી જવા તેવા બનાવો છાશવારે જુના બસ સ્ટેન્ડ નજીક મહેન્દ્ર પરા વિસ્તારમાં અવાર-નવાર બનતા હોય છે અધૂરામાં પૂરું મોરબી શહેરના મુખ્ય માર્ગો અને ખાનગી હોસ્પિટલો આસપાસ સ્વચ્છતાનો અભાવ હોય તેમ ઠેરઠેર ગંદકી કચરાના ગંજ સતત રહેતા હોય છતાં વિકાસના ગાણા ગાતા નેતાઓ ને શરમ જેવું ચહેરા પર સ્મિત દેખાતું નથી!? કારમી મોંઘવારી મતદાર માનવ પ્રજા પરેશાન રહી છે તેવા સમયે ટ્રાફિક સમસ્યા હલ કરવાના બદલે ટ્રાફિક દંડ ફટકારી લોકોના ગુજા હળવા કરી પડ્યા પર પાટું મારવા જેવું સતત લોકો મહેસૂસ કરી રહ્યા છે

લોકશાહીમાં જાણે તાનાશાહી ચાલતી હોય તેમ મોરબીમાં એક નહીં અનેક સમસ્યામાં લોકો પરેશાન બન્યા છે પેટ્રોલ ડીઝલ ગેસ ના ભાવો સાતમા આસમાને પહોંચી વળતા ઉદ્યોગ નગર એવા મોરબીમાં મંદી મોધવારી સામે વિરોધી વિરોધ કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિને ધ્યાને મતદાર પ્રજાના હક હિત અધિકાર માટે આયોજનપૂર્વક પાયાની પ્રાથમિક સુવિધાથી લઈ મોંઘવારી સામે મતદાર પ્રજાને સાથે રાખો વિકાસ લક્ષી સરકારને વિકાસ લક્ષી કાર્ય કરવા માટે એક જુટ થવાની જરૂર છે સર્વે મતદાર પ્રજા અને નેતાઓએ આયોજનપૂર્વક ખરા અર્થમાં મોરબીને સમસ્યા મુક્ત સાથે પ્રાથમિક પાયાની સુવિધા પૂરી પાડવી જોઈએ તે આજના આધુનિક લાગણી અને માગણી ઉઠવા પામી છે