રૂપિયા ૧૯,૨૮,૫૪,૧૮૬-૧૬નાં NC-6, NC-7 અને મચ્છુ-ર ડેમ આધારીત મોરબી માળીયા-જોડીયા જૂથ સુધારણા યોજનાની કામગીરી અને ૫ વર્ષ મરામત-નિભાવણી સહિતના કામના ડીટીપીની મળેલ મંજૂરી,
રાજ્યકક્ષાના મંત્રી પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો સ્વતંત્ર હવાલો અને ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનાં મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રજાજનોની પાયાની જરૂરીયાતને લક્ષમાં લઇ, સરકારનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર(બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ, કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો તેમજ સદરહું કામોની ૫ વર્ષ માટેની મરામત અને નિભાવણી સહિતનાં (સિવિલ અને મીકેનીકલ) કામો માટેનાં રૂા.૧૯,૨૮,૫૪,૧૮૬-૧૬ (ઓગણીસ કરોડ ઉપરાંત)નાં ડી.ટી.પી.ની મંજૂરી આપવામાં આવેલ છે.
આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના ૩૩ અને માળીયામાંનાં ૨૭ ગામોએ ૫૦ હજારથી ૪લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના સ્ટોરેજ ઉપરાંત ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ૨ એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ, પમ્પહાઉસ, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ રોડ, રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર લાઇટ એરેન્જમેન્ટ, ફ્લોમીટર, પમ્પીંગ મશીનરી વિગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે.