અમરેલીને હરાવી મોરબી જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમનો સેમી ફાઇનલમાં પ્રવેશ

અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૦ બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેનતમાં અમરેલીએ પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા ૨૦ ઓવરમાં 136 રન 8 વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા. જેની સામે મોરબી જીલ્લા પંચાયત 18 ઓવરમાં 141 રન ભવ્ય વિજય મેળવ્યો હતો.

જેમાં પ્રશાંત દલસાણીયા 60 રન રાહુલ બળાઈનાં 51 રન અને 2 વિકેટ ઝડપીને સયુંકત મેન ઓફ ધી મેચ નો ખિતાબ મેળવેલ હતો. કેપ્ટન લલિત ગોહેલની આગેવાનીમાં રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સેમિફાઇનલમાં રમશે. ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયા ની યાદી જણાવે છે.