ટંકારા : સાવડી ગામની સીમમા આવેલ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે લુંટારૂ ગેંગ ત્રાટકી

પેટા: પુજારીએ બચવા મધરાતે માઈકમા બરાડા પાડતા તસ્કરો પુજારી ઉપર હુમલો કરી નાસી ગયા.

મિત ત્રિવેદી દ્વારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વગડામા આવેલ સૌરાષ્ટ્ર-કચ્છમા ખ્યાતી ધરાવતા સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરમા ગુરૂવારે મધરાતે લુંટ કરવાના ઈરાદે ગેંગ ત્રાટકી મંદિર અને પુજારીના રૂમની લોખંડની જાળી તોડવા પ્રયાસ કર્યો હતો. જોકે, ટાંકણે મંદિરના વયોવૃધ્ધ પુજારી જાગી જતા હરામખોરોએ મહંત પર લોખંડની કોસ જેવા હથિયારથી પ્રહાર કરી દાનપેટી ઉઠાવી નાસી ગયા હતા. બનાવની જાણ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી.

ટંકારા તાલુકા મથકથી અગીયાર કીમી દુર જામનગર હાઈવે પર આવેલા સાવડી ગામથી જોધપર ગામ વચ્ચે સીમ વગડા મા સુપ્રસિધ્ધ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. ગુરૂવારે મધરાતે એકાદ વાગ્યે પાંચ થી છ અજાણ્યા ધાડપાડુ ઓ લુંટ કરવાના ઈરાદે સીમમા નિર્જન ઠેકાણે આવેલા મંદિર મા ત્રાટકયા હતા. અને મંદિર તથા મંદિરના પુજારીના શયન કક્ષ મા ઘુસવા લોખંડની મજબુત ગ્રીલ (જાળી) તોડવા પ્રયાસ કરી રહ્યા હતા. એ ટાંકણે ધડાધડ ઝીંકાતા ઘા થી પુજારી કિશોર મહારાજ જાગી જતા વયોવૃધ્ધ પુજારીએ અણધારી આપતીમા સાવધ થઈ કુનેહ બુધ્ધિ વાપરી પોતા ના રૂમમા પડેલ માઈક ચાલુ કરી બચાવવા બુમો પાડી કોલાહલ મચાવતા મધરાતે લુંટ કરવા આવેલા તસ્કરો ભુંરાટા થયા હતા.

રૂમમા રહેલા પુજારીએ જાળી તુટતી બચાવવા જતા તેઓ ઉપર લોખંડની કોસ જેવા હથિયારથી પ્રહાર કરી ઘાયલ કરી મંદિરની દાનપેટી ઉઠાવી નાસી ગયા હતા. બનાવ અંગે મળસ્કે મહાદેવ મંદિરના સેવકોને જાણ થતા વયોવૃધ્ધ પુજારીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડયા હતા. જયા તેઓ ભયમુક્ત હોવાનુ જાણવા મળેલ છે. બનાવની જાણ ટંકારા પોલીસને થતા તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મંદિરના સીસીટીવી કેમેરામા તસ્કર ટોળકી સ્પષ્ટ કેદ થયાનુ જાણવા મળેલ છે.