મિત ત્રિવેદી દ્વારા : ટંકારામા સમસ્ત હિન્દુ ધર્મના ગ્રામજનોએ એક નેજા હેઠળ એકઠા થઈને સંપ સહકારથી બેઠક યોજી આગામી રવિવારે ભગવાન શ્રીરામ જન્મોત્સવ ઉજવવાનુ નક્કી કરાયુ હતુ. હિન્દુસમાજના તમામ જ્ઞાતિ સમાજના અગ્રણીઓએ દશરથ નંદનના જન્મોત્સવની ઉજવણી કરવા માટે આખરી ઓપ અપાઈ ગયો છે. નગર હાલ ચોમેર રામલલ્લા ના બેનર ધ્વજા પતાકા થી શણગાર સજી અયોધ્યા નગરી બની ચુકયુ છે.
ટંકારામા વર્ષો પછી દશરથ નંદન ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉજવવા સમગ્ર શહેર ઘેલુ થયુ છે. હાલ લોકોમા સ્વયંભૂ ઉત્સવ ઉજવવાનો હરખ વરતાઈ રહ્યો છે. ભગવાન શ્રી રામ નો જન્મદિવસ આગામી રવિવારે ચૈત્રી નોમ ના દિવસે હોય રામ જન્મોત્સવ ઉજવવા ગુરૂવારે રાત્રે શહેરના વાઘેશ્વરી મંદીરે નગરના તમામ હિંદુ સમાજ ના આગેવાનો અને કાર્યકરોની મહત્વ ની બેઠક મળી હતી. જેમા, નગરમા ભવ્ય ઉત્સવ મનાવવાનુ નક્કી થયુ હતુ. સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો માર્ગો ઉપર શ્રીરામ જન્મોત્સવ ઉજવવા ના બેનરો લગાવી સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે.
બેઠક મા શ્રીરામ ના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો નુ એલાન કરાયુ હતુ.અને ભૂતકાળમાં ક્યારેય ન ઉજવણી થઈ હોય એવી ભવ્ય ઉજવણી કરવાનો એક સુર વ્યક્ત કરાયો હતો. શનિવારે દરેક ઘરોમાં દિવડા પ્રગટાવી ઉજવણી ની ઝાંખી કરવામાં આવશે. રવિવારે દરેક ઘરોમાં આસોપાલવ ના તોરણ બાંધી શોભાયાત્રા મા લોકો જોડાઈ તેવી અપીલ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવી હતી. પ્રારંભે દેરીનાકા બહાર પંચમુખી હનુમાન મંદિરેથી ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ થશે.
જે મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા મેઈન રોડ થી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, ઘેટીયાવાસ, દેરાસર રોડ, લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ લેઉઆ વિસ્તારથી ચિત્રકુટ ધામ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા ઠંડાપીણા, સરબત સહિત વ્યવસ્થા કરવામાં આવી છે. અંતે, સમગ્ર શોભાયાત્રા મા જોડાનાર ભકત સમુદાય માટે ફળાહાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.