હળવદ:ABVP દ્વારા શાળામાં બાળકોને પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદને લઇ ને આવેદન

વિશાલ જયસ્વાલ દ્વારા : ABVP દ્વારા હળવદ શાળા ન.૧૦ વિધાર્થીઓ ને પૂરતું પીવાનું પાણી મળી રહે તેમજ અન્ય પ્રશ્નો ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.જે વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્યક્રમો કરતા હોઈ છે એ જ રીતે હળવદ ની શાળા નંબર 10 મા વિધાર્થીઓ ને પૂરતું પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદ ધ્યાને આવતા આવેદન પત્ર આપવામાં આવ્યું

વધુ મા રાજવીર સિંહ ઝાલા એ જણાવ્યું હતું કે “જળ એ જ જીવન છે” એમાં પણ આ ઉનાળા દરમિયાન પાણી પીવાનું મળી રહેવું જરૂરી છે.સાથે ધ્યાન માં આવ્યું છે કે શાળા કેમ્પસ નું બિલ્ડિંગ પણ જર્જરિત હાલત માં છે આ પ્રશ્ન નું તાત્કાલિક નિવારણ કરવામાં આવે તેવી માંગ સાથે ABVP હળવદ દ્વારા આચાર્ય ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ ટૂંક સમય માં આ માંગ પૂર્ણ કરવામાં આવે અન્યથા ઉગ્ર રજૂઆત ને ચીમકી આપવામાં આવી હતી