સરપંચોને વેતન આપીને ભ્રષ્ટાચાર અટકાવવા રજુઆત

ધનવાન ભારત પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચોને વેતન આપીને ભ્રષ્ટાચાર અટકાવવા ગ્રામ્ય વિસ્તારના મંત્રીને રજુઆત

સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગે ધારાસભ્ય સંસદ સંસદ સભ્ય કોર્પોરેટર ને વેતન પગાર આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સરપંચ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ચૂંટણી વખતે જે તે પાર્ટી ને જિલ્લા સંસદ સભ્ય કે ધારાસભ્યોને મોટાભાગે મદદરૂપ થતા હોય છે છતાં વિકાસની ભાગદોડમાં આજની તારીખે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ જે તે ગ્રામ્ય વિસ્તારના ચૂંટાયેલા સરપંચ ને પગાર વેતન ચૂકવવામાં ના આવતું હોવાના કારણે

ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્ય માં જે તે ગ્રામીણ વિસ્તારના સ્થાનિક સરપંચોને પ્રજાના પ્રશ્નો અંતર્ગત વિકાસ અધિકારી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી રાવ રજૂઆત કે પ્રજા ના વિકાસ કામ અંતર્ગત મોટાભાગે ખર્ચતા થતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરપંચોને પગાર વેતન ચૂકવવામાં આવે એવી ગ્રામ્ય વિસ્તારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ તેમજ સમગ્ર ગુજરાતના જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તારીખ 4-4- 2022ના રોજ ધનવાન ભારત પાર્ટી દ્વારા સરપંચોને પગાર વેતન ચુકવવા અંગે લેખિત રજૂઆત કરી છે