મોરબી લાતી પ્લોટ ખાતે ટુ વ્હીલર, ફોર વ્હીલર, ઓટોરીક્ષા ના એન્જીનમાં વપરાતા નામકિત ઓઇલ કંપનીના નામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવતી ફેકટરી પકડી પાડી રૂ ૨૫,૫૦,૯૯૫/- નો મુદામાલ જપ્ત કરતી એલ.સી.બી.મોરબી
મોરબી જિલ્લામાં નામાકિત કંપનીઓની ડુપ્લીકેટ ચિજવસ્તુ બનાવી બજારમાં વેચતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસે ને મળેલ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, લાતી પ્લોટ શેરી નં.-૦૬, મુમનગર ચોક શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં દિનેશભાઇ દલવાડીના ડેલામાં અમુક ઇસમો મોટર સાયકલ, સી.એન.જી.રીક્ષા, ફોર વ્હીલ એમ જુદા-જુદા વાહનોના એન્જીનમાં વપરાતા જુદી-જુદી નામકિત કંપનીના ઓઇલના નામે ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઓઇલ બનાવી તેનું વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેની કંપનીના નામના ઓઇલ બનાવતા હોય જે ઓઇલનો જથ્થો, રોમટીરીયલ તથા સાધન સામગ્રી મળી કુલ રૂ. ૨૫,૫૦,૯૯૫/- નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ જપ્ત કરી મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે નોંધ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
કઇ કઇ કંપનીનું ઓઇલ બનાવતા હતાં તેની વિગત (૧) હોન્ડા ૪-સ્ટોર્ક એન્જીન ઓઇલ (૨) હિરો ૪-ટી પ્લસ મો.સા. એન્જીન ઓઇલ (૩) કેસ્ટ્રોલ એકટીવ ઓઇલ (૪) સર્વે સુપર ૪-સ્ટોર્ક એન્જીન ઓઇલ (૫) મેક ૨-ટી ઓઇલ(૬)બજાજ ડીટીએસ પ્રિમીયમ એન્જીન ઓઇલ (૭) ગલ્ફ ૪-ટી ઓઇલ – ઓઇલ
બનાવવામાં વપરાતા ઓઇલ, કેમીકલ (૧) બેઇઝ ઓઇલ (૨) એડીટીવ કેમીકલ (3) ઓઇલ બેઇઝ કલર (૪) ગુલાબનું પરફ્યુમ
ઓઇલ બનાવવાની રીત : આ કામે ઉપરોકત રો મટીરીયલ જેમાં બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ મિક્ષ કરી ટુવ્હીલર, ફોર વ્હીલર, ઓટો રીક્ષામાં વપરાતા ૨૦,૧૦,૦૫ તથા ૦૧ લીટર તથા ૮૦૦,૯૦૦ મીલીના નામાકિત કંપનીના આબેહુબ ડોલડબા તથા પ્લા.ના પાઉચમાં ભરી પેકીંગ કરી શીલીંગ મશીન દ્વારા શીલ કરી એમ.આર.પી. પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કરી તૈયાર પુઠાના પ્રિન્ટેડ બોક્ષમાં પેક કરી કંપનીના નામની સેલોટેપથી કાર્ટુનો પેક કરતા હતા.
ભેળસેળ યુક્ત ઓઇલ બજારમાં વેચવાની રીત: આ કામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવનાર બન્ને ઇસમો મોરબી અયોધ્યાપુરી રોડ ઉપર વાહનોના એન્જીનમાં વપરાતા ઓઇલ વેચાણ કરવાની દુકાન ધરાવતા હોય જેથી નામાકિત કંપનીના ઓઇલોના જેવા જ પેકીંગ કરી બજાર ભાવ કરતા સસ્તા ભાવનું તેમજ કંપની માંથી બીલ વગરનો માલ હોવાનું કહી રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે હોલસેલમાં વેચાણ કરે છે.
જપ્ત કરેલ મુદામાલની વિગત : બેઇઝઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ આર.પી.ઓ. ઓઇલ તથા અલગ અલગ કંપનીના ૮૦૦,૯૦૦ મીલી, ૨૦,૧૦,૦૫,૦૧ લીટરની ક્ષમતા વાળા ડોલ, ડબલા તથા પાઉચ જેમાં ભેળસેળ યુકત ઓઇલ ભરેલ છેતે કાર્ટુન તથા ખાલી ડબલા, ડોલ, તથા પાઉચ ઢાંકણા સ્ટીકર, તથા શીલીંગમશીન, એમ.આર.પી.પિન્ટર મશીન ઇલેકટ્રીક મોટર, ઓઇલ ભરવાના માપીયા, વજનકાંટા વિગેરે ચિજ વસ્તુ મળી કુલ રૂ ૨૫,૫૦,૯૯૫/- નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
ભેળસેળ યુક્ત ઓઇલ બનાવવાની ફેકટરી ચલાવનાર: (૧) મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર/લુવાણા રહેશિવહેરીટેઝ-બી, RDCબેન્ક પાસે,રવાપરરોડ,મોરબી (૨) અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા/પટેલ રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ, રવાપર-ઘુનડારોડ મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારી: પોલીસ ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, એલ.સી.બી.મોરબી, પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડ,એ.એચ.ટી.યુ. સ્ટાફના દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, નિરવભાઇ મકવાણા,ભગીરથસિંહ ઝાલા, વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતાં