આપ મોરબી જીલ્લા કિશાન સંગઠન પ્રમુખ તરીકે પ્રફુલ્લ હોથી નિમણુંક કરાઈ

મોરબી જીલ્લા કાર્યાલય ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ કિશાન સંગઠન પ્રમુખ રાજુભાઇ કરપડા તથા મોરબી જીલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયા ની આગેવાની હેઠળની મોરબી જીલ્લા કિશાન સંગઠન પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઇ છગનભાઈ હોથી ની સર્વાનુમતે નીમણુંક કરવામાં આવી હતી

તેમાં મોરબી જીલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટ્ટાસણા તથા મોરબી જીલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા પ્રમુખ માગુનીયા દિવ્યેશભાઈ તથા મોરબી જીલ્લા ટીમ તથા મોરબી તાલુકા ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા