રાયસંગપુર રોડપર ટ્રેક્ટર પલટી જતાં બેના મોત,બે ઈજાગ્રસ્ત

વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ માટે શનિવાર જાણે કાળમૂખો હોઈ એમ એક જ દિવસ મા અલગ અલગ બનાવ મા ૫ લોકો ના મોત થયા હતા બનાવની જાણવા મળતી વિગત મુજબ રાયસંગપુર રોડપર ટ્રેક્ટર પલટી જતાં બેના મોત,બે ઈજાગ્રસ્ત,એક મહિલા અને એક સગિરાનુ ઘટના સ્થળે મોત,ટ્રેકટરમા બ્રેક ફેઈલ થતાં અકસ્માત સર્જાયો લીલીતાબેન અને અનિતાબેનને ગંભીર ઇજા થવાથી આ બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

ધાગંધ્રા એપીએમસીના બે શ્રમિકો પ્રકાશભાઈ લીલાભાઈ અને વિરસિંગ કિશનભાઈને ઇજા પહોંચી ,ઈજાગ્રસ્તોને પ્રાથમિક હળવદ બાદ મોરબી સારવાર અર્થે ખસેડાયા હળવદ તાલુકા મા દિધડિયા ગામે બોપોરે દીવાલ પડતાં ૩ ના મોત થયા હતા આમ હળવદ મા ૧ જ દિવસ મા કુલ ૫ મોત થયા