હિંમતનગર રાજેન્દ્ર ચોકડી પાસે આવેલ કુષ્ઠયજ્ઞ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે,જ્યાં 1200 જેટલા રક્તપિત્ત ગ્રસ્ત,દિવ્યાંગ, મેન્ટલી ચેલેન્જ,પોતાના કુટુંબીજનોએ તરછોડી દીધેલ દરિદ્રનારાયણોની સેવા સુસુશ્રા કરવામાં આવે છે, લાલન,પાલન અને પોષણ થઈ રહ્યું છે,સુરેશભાઈ સોની અને ઈન્દીરાબેન સોની સાંપ્રત સમયના સંત દેવીદાસ અને અમરમાં બનીને સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે સહયોગ કુષ્ઠયજ્ઞના આર્થિક સહયોગ માટે મોરબીના શિક્ષક ચંદુભાઈ દલસાણિયાએ આજથી આશરે અઢાર વિષ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું
લોકો પાસે જાય કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટની વાત કરે અને ફૂલ નહિં તો ફૂલની પાંખડી રૂપે ધનરાશી મેળવી મનીઓર્ડર બેંક મારફત ધનરાશીની પ્રસાદી મોકલી આપે,ચંદુભાઈ દલસાણીયા નિવૃત બાદ પ્રવૃત રહી 65 વર્ષે પણ લોકો વચ્ચે સારા માઠા પ્રસંગે પહોંચી જાય અને કુષ્ઠયજ્ઞ સહયોગ માટે સહયોગ માંગે,મોરબીના ઉદ્યોગકારો પહોંચી જાય અને દરિદ્રનારયણો માટે માંગતા ક્યારેય શરમ કે ક્ષોભ નથી અનુભવ્યો અને અત્યાર સુધી 2,1100000/- બે કરોડ અને અગિયાર લાખ જેટલી ધનરાશી એકત્ર કરી અને કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટમાં મોકલી આપેલ છે
ચંદુભાઈની આ સેવાયજ્ઞ અવિરત ચાલુ જ છે,તાજેતરમાં જ ભાનુમતીબેન ડાયાલાલ સોલંકી પાસેથી રૂપિયા 500000/- પાંચ લાખ એમના સ્વ.બહેન મંજુલાબેન સોલંકી અને સાત અન્ય સ્વર્ગવાસીના સ્મરણાર્થે રૂપિયા 200000/- એમ કુલ 700000/- સાત લાખનું દાન ચંદુભાઈ દલસાણીયાએ મેળવીને કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટમાં મોકલ્યું છે રક્તપિત્ત ક્ષેત્રે સમગ્ર દેશમાં સુંદર સેવાકીય પ્રવૃત્તિ બદલ આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટ ને એવોર્ડ અર્પણ કરવામાં આવશે