હળવદ ના જુના આંબેડકરનગરમાં છેલ્લા ૭ દિવસથી પીવાનું પાણી નહીં આવતા મહિલાઓ માટલા ફોડયા પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ શહેરમાં દર ઉનાળામાં પીવાના પાણીને લઇને હળવદ વાસીઓને પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે હળવદ ના સરા રોડ ઉપર આવેલ જુના આંબેડકરનગર આમ તો પીવાનું પાણી બે દિવસે આપે છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી માં છેલ્લા સાત દિવસથી પીવાનુ પાણી નહી મળતા મહિલાઓમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે મહિલાઓએ પાલિકા સામે રોષ ઠાલવીને માટલા ફોડીને પીવાના પાણીની આપવામાં આવે તેવી માંગ કરી હતી
હળવદ શહેરના છેવાડાના વિસ્તારોમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે લોકો પીવાના પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે ત્યારે હળવદ ના સરા રોડ ઉપર આવેલ જુના આંબેડકરનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળતા મહિલાઓને પીવાના પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે અને પીવાનું પાણી અગાવ આવતુ હતુ તે પણ ડહોળું અને લાલ રંગ નુ માટી વાળુ પીવા લાયક પાણી નથી મળતું ત્યારે હળવદ ના જુના આંબેડકર નગરની મહિલાઓ આજ વિસ્તારોમાં એકઠા થઈને નગરપાલિકા સામે રોષ વ્યકત કરીને માટલાફોડની પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું
અમો ને પાણી આપો પાણી આપો તેઓ નારા લગાવ્યા હતા અમારે પાણી માટે કામ-ધંધા મંજુરી કામ બંધ કરીને બે કિલોમીટર દૂર શરણેશ્વર મંદિર સુધી પાણી ભરવા જવું પડે છે અમારે મજૂરી કામે જવું કે પાણી ભરવા પાણી ભરવું તેવા પ્રશ્નો સતાવી રહ્યા છે આવી ના રહેવાસી ચંપાબેન. હંસાબેન. લક્ષ્મીબેન. જણાવ્યા પ્રમાણે અમો છેલ્લા પાંચ વર્ષથી દર ઉનાળામાં પીવાના પાણીની પ્રશ્ન સતાવી રહ્યો છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી માં પીવાના પાણીની અતિ જ અતિજરૂરિયાત હોય છે તેવા સમયે પાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી માટે ઠાગાઠૈયા કરી રહ્યા છે
ચુંટણી સમયે રાજીકીય પક્ષો દ્વારા ખોટા વચનો આપીને જતા રહે છે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આગામી સમયમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય મતદાન બહિષ્કાર કરવાની તંત્ર ને ચીમકી આપી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે અમારા વિસ્તારોમાં પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરે તેવી અહીં ના રહેવાસીઓને માંગ ઉઠવા પામી છે