મોરબીમાં વડાવિયા પરિવારના આંગણે પુત્રીના વધામણાં થતાં પીઠડનું પ્રખ્યાત પીઠડાઈ ગૌ સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુળ ખાખરાળા ગામના વતની અને હાલ મોરબીના વાવડી ગામે રહેતા દિલીપભાઈ કુંવરજીભાઈ વડાવિયાએ પોતાના ઘરે પુત્રીનો જન્મ થાય તો રામામંડળ રમાડવાની માનતા માની હતી. જેથી રામદેવપીરની કૃપાથી દિલીપભાઈના કાકા બાપાના પરિવારમાં ૩૮ વર્ષે દિલીપભાઈના ઘરે પુત્રી રત્ન પૂર્વાનો જન્મ થયો હતો. જે ખુશાલીમાં ગૌશાળાના લાભાર્થે વાવડી ગામે પીઠડનું પ્રખ્યાત પીઠડાઈ ગૌ સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રામદેવપીરના જીવન ચરિત્રને કલાકારો દ્વારા સંગીતમય શૈલીમાં ભજવાયું હતું. રામામંડળમાં ર.૨૫ લાખ ફાળો એકત્રિત થયો હતો. એક તરફ બાળકીને ત્યજી દીધેલ હાલતમાં મળી આવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે બીજી બાજું પુત્રીના જન્મ માટે માનતા માનવાની તથા તે ખુશીમાં ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાડી સેવાકાર્ય કરનાર દિલીપભાઈની સમગ્ર મોરબી જિલ્લાના લોકો પ્રશંસા કરી રહ્યા છે.