તંત્ર ના અધિકારીઓ થી કામ ન થતું હોય તો બંગડી પહેરી લેવી જોઈએ – સ્થાનિક મહિલાઓ
વિશાલ જયસ્વાલ દ્વારા : ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની સમસ્યા એ જોર પકડ્યું છે પાણી એ જ જીવન જરૂરિયાત વસ્તુ છે ત્યારે હળવદ ના પોશ વિસ્તારમાં આવેલ હરીનગર ગોલ્ડમાં છેલ્લા એક મહિનાથી પાણી ન આવતું હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે ગઈકાલે નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો ત્યારે પણ આ સોસાયટીની મહિલાઓ એ સોસાયટીમાં જ ભારે હોબાળો મચાવ્યો નગરપાલિકા હાય હાય ના નારાઓ લગાવી નગરપાલિકાના નામ ના છાજીયા લીધા હતા વધુમાં મહિલાઓ એવા પણ આક્ષેપ કર્યા હતા કે વેરા લેવા સમયસર પહોંચી જતા કર્મચારીઓ વેરા ની ભીખ માંગવા આવે છે
પરંતુ જ્યારે સુવિધા દેવાની વાત આવે ત્યારે કોઈપણ જાતની કાર્યવાહી કરતા નથી અમારે નાહવા પણ બીજી સોસાયટી ના ઘરે જવું પડે છે કપડાં ધોવા પણ બીજી સોસાયટી માં જવું પડે છે 15 દિવસ પહેલા પણ આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ તંત્ર કોઇ ધ્યાન આપતું નથી આગામી સમયમાં જો આવી જ રીતે ચાલ્યું તો ફરી અમારે નગરપાલિકા જઈને હોબાળો મચાવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તેમજ તંત્રના અધિકારીઓ થી કામ ન થતું હોય તો બંગડી પહેરી લેવી જોઈએ તેઓ સ્થાનિક મહિલાઓ એ આક્ષેપ કર્યો હતો અમારે ૫૦૦ રૂપિયા આપીને પ્રાઇવેટ ટેન્કર મંગાવવા પડે છે અમે એટલા પણ અમીર નથી કાયમી ધોરણે પૈસા આપી પાણી મંગાવી તેવું સ્થાનિક મહિલાઓ એ જણાવ્યું હતું
હજુ બે દિવસ પહેલા જ આંબેડકરની મહિલાઓએ પાણી ન આવતા મટકા ફોડનો કાર્યક્રમ કર્યો હતો ત્યારે આજે વધુ એક સોસાયટીના મહિલાઓએ પાણી ન આવતા હોબાળો મચાવ્યો