વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ ધાંગધ્રા હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે સમી સાંજે વધુ એક એવો જ બનાવો બન્યો ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતી કાર સાથે બુલેટ બાઈક અથડાતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી એક વ્યક્તિને વધુ ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા અન્ય બેને સામાન્ય ઈજાઓ
બનાવની જાણવા મળતી વિગત મુજબ ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતી ertiga કાર અચાનક જ ડીવાઈડર પરથી રોંગ સાઇડમાં આવી રહેલ બુલેટ બાઈક સાથે ધડાકાભેર અથડાતા બુલેટ સવાર ત્રણ યુવકો માંથી એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી અન્ય બેને સામાન્ય ઈજાઓ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા ટ્રાફિક જામ સર્જાયો