શ્રી સરસ્વતી શિશુમંદિર – મોરબી દ્વારા સ્વાધીનતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ હમ કરે રાષ્ટ્ર આરાધન કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ થયો. વિદ્યાર્થીઓ અખૂટ શકિતનો ભંડાર છે જો આ શકિતઓને યોગ્ય દિશામાં વહેવા દેવામાં આવે તો શ્રેષ્ઠ માનવ અને સુખી સમાજનું નિર્માણ થઈ શકે.
શિક્ષણમાં અનેક પ્રયોગો કાર્યક્રમો થકી આપણે આ શકિતઓને ઉજાગર કરી રચનાત્મક તથા સર્જનાત્મક કાર્યોમાં કાર્યરત રાખીએ છીએ. છેલ્લા થોડા સમયથી કક્ષા ૬ તથા કક્ષા ૮ ના વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક તૈયાર કરી રહ્યા હતા. ખૂબ અધ્યયન-ચર્ચા કરી વિદ્યાર્થીઓએ ભારતીય પ્રાચીન વિદ્યાઓ, ભારતીય પ્રાચીન વિદ્યાપીઠો, ગણિત-વિજ્ઞાનમાંમાં પ્રાચીન ભારતનું યોગદાન, મનોહર કહાનિયા ચલો ચલે કહાનીયો કી દુનિયામે અને નિરામય જીવન જેવા હસ્તલિખિત અંક તૈયાર કર્યા જે ગ્રંથ વિમોચન નો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો .
આ કાર્યક્રમમાં વિદ્યાલયના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલી, આચાર્યો વગરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રંથ વિમોચનમાં જોડાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.