મોરબી : શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજી નો નવરંગ માંડવો ને વિકાસ વિદ્યાલય ની બાળાઓ ને સંગ રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો

નવરંગ માંડવાં ના દર્શન કરવા તેમજ મહાપ્રસાદ લેવા હજારો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા સમગ્ર મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાં મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ પ્રસિદ્ધ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માતાજી નો નવરંગ માંડવો તા ૧૧ ના રોજ યોજાયો હતો

જેમાં રાવળદેવ હરદેવભાઈ એ ડાક ના તાલે માતાજી ના ગરબા દુહા ની રમઝટ બોલાવી હતી.જેમાં માતાજી ના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. માતાજી ના માંડવાં ના દર્શન નો લાભ હજારો ભકતો એ લીધો હતો.વધુ માં માતાજી ના માંડવા નિમિતે તા ૯ ને શનિવારે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોરબી વિકાસ વિદ્યાલય ની ૧૦૦ થી વધુ બાળાઓ મનમૂકી રમી ને આનંદ વ્યક્ત કર્યો આ રાસ ગરબા કાર્યક્રમ માં મોરબી ની અંજલી ઓરકેસ્ટ્રા રમેશ ભદ્રા ની ટીમે વિનામૂલ્યે સેવા આપી બાળાઓ ને રમાડી હતી