હળવદ તાલુકામાં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી

વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મા સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગ્રીન ઓફિસ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ૧ એપ્રિલ થી ૧૫ એપ્રિલ સુધીમાં આ પખવાડિયામાં ઉજવવામાં આવશે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સબ સેન્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી તરુણીઓ ને મેન્સ્ટુઅલ હાઈજીન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ

જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એમ કતીરા , ડોક્ટર હાર્દિક રંગપરીયા, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ભાવિન ભટ્ટી એ માર્ગદર્શન પુરું પાડ્યું હતું