એક બાજુ વિકાસ મોડેલની વાત અને બીજી બાજુ જર્જરિત નિશાળો

એક બાજુ વિકાસ મોડેલની વાત અને બીજીબાજુ જર્જરિત નિશાળો – વિપુલ રબારી

વિશાલ જયસ્વાલ દ્વારા : આમ આદમી પાર્ટી હળવદ દ્વારા તાલુકા ના જુના ઇસનપુર ગામ ની મુલાકાત કરવા મા આવી હતી,તે દરમિયાન ગામ લોકો ના જણાવ્યા અનુસાર ત્યાં ની જુના ઈશનપુર પ્રાથમિક શાળા ખુબ જર્જરિત હાલત મા હોવા નુ જાણવા મળીયું હતું તે દરમિયાન આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો એ તાત્કાલિક નિશાળ ની મુલાકાત લીધી હતી અને ત્યાં જોવા મળીયું હતું કે નિશાળ ના રૂમ ની અંદર ભણતા બાળકો ના જીવ નો જોખમ છે રૂમ મા ઉપર પર પોપડા ખરતા હોય ક્યારે પડશે એ નક્કી નથી. નિશાળ ના રૂમ ફરતી બાજુ થી જર્જરિત હાલત મા દીવાલ મા તિરાડ પડી ગઈ હોવાથી દીવાલ ક્યારે પડશે એ પણ નક્કી નથી

વધુ મા આપ ના નેતા એ જણાવ્યું હતું કે હાલ ગુજરાત સરકાર મા બની બેઠેલા મંત્રી ઓ ને શિક્ષણ મુદ્દે બોલવા નો ટાઇમ પણ નથી અને વાતો બવ મોટી મોટી કરે છે,શિક્ષણ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ પરંતુ એક બીજી શાળા ની વચ્ચે સારી સુવિધા માટે અને બાળકો ના ભવિષ્ય અને સરા શિક્ષણ બાબતે કોમ્પિટિશન ચોક્કસ થવી જોઈએ શાળા, કૉલેજ મા અભ્યાસ કરતા બાળકો એ આવતી કાલ નુ દેશ નુ ભવિષ્ય છે માટે ગુજરાત ના બાળકો માટે, સારી અદ્યતન સુવિધા થી સજ્જ નિશાળ બને એ માટે આમ આદમી પાર્ટી સતત લડત આપતી રહેશે.