તંત્ર ૨-૩ દિવસ કામગીરી કરી ત્યાર બાદ પરિસ્થિતિ જૈશે થે- સ્થાનિક વેપારીઓ
વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ શહેર ના બજાર ગણાતા વિસ્તાર મા ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે પરંતુ પ્રશાસન કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતા હોવાની વેપારીઓની ફરિયાદ ઉઠવા પામી છે હળવદ શહેરના ધાંગધ્રા દરવાજાથી સરા નાકા સુધી તેમજ સરા નાકા નજીકના વિસ્તારમાં લારી વાળા ના દબાણને કારણે વેપારીઓ ત્રાસી ગયા છે લારી વાળા ઓ એવી પણ દાદાગીરી કરે છે અને પાલિકા ને ૨૦ રૂપિયા આપીએ છીએ તો શું આ ૨૦ રૂપિયા ના કારણે તંત્ર ગમે ત્યાં લારીઓ ઊભી રાખવા દેશે કે પછી પોલીસ પ્રશાસન કોઈ કાર્યવાહી કરશે
વધુમાં સરા નાકા પાસે અનેક એસટી બસો વળાંક લેતી સમયે લારીવાળા ના કારણે હેરાન થતાં હોય છે તેમ જ ટ્રાફિક વારંવાર સર્જાતા હોય છે તેમજ મસમોટી છત્રીઓ કાઢીને રાખતા હોય છે તો શું તંત્ર ને આવા ટ્રાફિક ને અડચણ રૂપ લારીવાળા ઓ નહિ દેખાતા હોઈ હવે જોવાનું એ રહે છે કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર બે – ત્રણ દિવસ કાર્યવાહી કરશે કે પછી કાયમી ધોરણે યોગ્ય ઉકેલ આવશે