તક્ષશિલા સંકુલના બે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થયા

શાળાના ધા.પરમાર ચંદ્રેશ ઈશ્વરભાઇ મોરબી જિલ્લાના મેરિટમા ૧૮૨ માર્ક્સ સાથે પ્રથમ નંબર મેળવ્યો .

વિશાલ જયસ્વાલ દ્વારા : તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું પરિણામ જાહેર થયું. જેમાં તક્ષશિલા સંકુલના ધો. ૬ મા અભ્યાસ કરતા ધારિયાપરમાર ચંદ્રેશ ઈશ્વરભાઈ અને ધો. ૯ માં અભ્યાસ કરતા સોલંકી કુશ અરવિંદભાઈએ સમગ્ર રાજ્યની તાલુકા વાઈજ શહેરી મેરિટ યાદીમાં હળવદ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

રિઝનિંગ, અર્થગ્રહણ ક્ષમતા, ગ્રામર સેક્શન અને જનરલ નોલેજના આ પેપરમાં શાળાના ધારિયાપરમાર ચંદ્રેશે ૧૮૨ માર્ક્સ સાથે સમગ્ર મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ તકે શાળાના સંચાલક ડો. જયેશ ગરધરિયા, રમેશ કૈલા અને રોહિત સિણોજીયા દ્વારા શિલ્ડ આપી બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના એમડી ડો. મહેશ પટેલે ૪૮૦૦૦ જેટલી શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર બન્ને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

વધુ મા આ તકે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ધારિયાપરમાર ચંદ્રેશે જણાવ્યું હતું કે મને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે. મારા પિતા ઈશ્વરભાઈએ તે માટે ઘરે ૮૩૪ જેટલા પુસ્તકોની હોમ લાયબ્રરી પણ બનાવી છે.