મહાવીર જયંતી નિમિતે યોજાયેલ શોભાયાત્રામાં સહભાગી થતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી રેલીનું સ્વાગત કરી ડૉ. બાબાસાહેબ આબેકડરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી.
આ પ્રસંગે મંત્રીબ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા આદરણીયા આંબેડકર સાહેબની જન્મજયંતી પ્રસંગે સમસ્ત દલિત સમાજ અને નગરપાલિકા દ્વારા રેલીનું આયોજન કરીને બાબાસાહેબની ગરીમા વધારી છે. દેશના બંધારણ થકી સમગ્ર વિશ્વમાં આપણે નામના અપાવી છે તે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં આજના પ્રસંગે કોટી-કોટી વંદન કરીએ છીએ.
આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ મતી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સુરેશભાઇ દેસાઇ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ આજે મોરબીમાં મહાવીર જયંતી નિમિતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં પણ મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહભાગી થયા હતા.