મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજય ભટાસણા, મોરબી જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ પ્રફુલ હોથી, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશ સદાતિયા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા તથા અન્ય કાર્યકરોની હાજરીમાં મોરબી જિલ્લા કલેકટરને મોરબીને થયેલા અન્યાય કે જે મોરબી ને મળેલ સરકારી મેડિકલ કોલેજ નો ઠરાવ રદ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપવાનો ઠરાવ મંજુર કરેલ છે તેના વિરોધમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.