ટંકારા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં અલગ અલગ વેપારીઓને કોઇ અજાણ્યા ઇસમોએ જુદા જુદા અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન કરી તેઓને તથા તેઓના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જુદી જુદી રકમની માંગણી ખંડણી પેટે કરેલ હોય જે બાબતે ટકારા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર નંબર-૦૨૩૨/૨૦૨૨ તથા ૦૨૩૩/૨૦૨૨ થી ગુન્હા રજીસ્ટર કરવામાં આવેલ હતા.
ઉપરોકત બંને ગુન્હાઓ વણશોધાયેલ હોય જેથી ટંકારા પો.સ્ટે.ના સ્ટાફ તથા એલ.સી.બી./પરીલફર્લો સ્કોડ ના કર્મચારીઓ ની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સ થી તપાસ કરતા નીચે જણાવેલ આરોપીઓ હસ્તગત કરવામાં સફળતા મળેલ.
તેમજ હસ્તગત કરેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન તેમના ફોનમા અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના મારફતે ફરીયાદી સરીતા સેલ્સ એજન્સી ના વેપારી અરવિંદભાઇ સવજીભાઇ કકાસણીયા/પટેલ રહે- ટંકારા વાળાને તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) ની માંગણી કરેલ તેમજ ભારત રેફિઝરેટર ના માલીક અશોકભાઇ મોહનભાઇ મુછાળા રહે-લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાને તેમના દિકરા જયને મારી નાખવાની ધમકી આપી રૂ.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ની માંગણી કરેલની કબુલાત આપતા અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.
તેમજ તપાસ દરમ્યાન આરોપીઓને યુકિત પ્રયુકિતથી સધન પુછપરછ કરતા આરોપીઓએ ગુનાહીત કાવતરું રચી સરીતા સેલ્સ એજન્સી ની દુકાને રેકી કરી તેના માલીક સવજીભાઇ કકાસણીયાની ફાયરીંગ કરી હત્યા કરેલની કબુલાત આપેલ જે અન્વયે આઇ.પી.સી.કલમ-૩૦૨,૧૨૦(બી),૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (બી) (એ),૨૭ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબન ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ
(૦૧) યોગેશ પાવરા રહે- ટંકારા મુળ- મહારાષ્ટ્ર (૦૨) હર્ષીત સન/ઓફ બેચરભાઇ પટેલ રહે હાલ- ટંકારા (૦૩) પ્રિન્સ અધારા (પટેલ) રહે. ટંકારા
કબજે કરેલ મુદામાલ આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ તથા ગુન્હામાં વપરાયેલ બજાજ કંપનીનુ કાળા કલરનું પ્લેટીના -૧૦૦ મોટરસાયકલ કબજે કરેલ છે. કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ
ઉપરોકત કામગીરી મા એલ.સી.બી. પી.આઇ. એમ.આર.ગોઢાણીયા તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એન.એમ.ચુડાસમા તથા એ.ડી.જાડેજા તથા અમો પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા ટંકારા પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા સાહીદભાઇ સીદીકી તથા મુકેશભાઇ ચાવડા તથા પો.કોન્સ બીપીનકુમાર શેરસીયા તથા સિધ્ધરાજસિંહ રાણા તથા સાગરભાઇ કુરીયા તથા કૌશીકભાઇ પઢેરીયા તથા પ્રકાશભાઇ ડાંગર તથા ખાલીદખાન પઠાણ તથા વિપુલભાઇ બાલાસરા તથા એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્ટાફના કર્મચારીઓએ સફળ કામગીરી કરેલ હતી.