ટંકારામા ડો. આંબેડકર ની જન્મજયંતિ ભાવભેર ઉજવણી કરાઈ

બંધારણના ઘડવૈયા બાબાસાહેબની રેલીને ઠેર ઠેર આવકાર

મિત ત્રિવેદી દ્વારા : ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે ગુરૂવારે ટંકારામા ભવ્ય રેલીનુ આયોજન સમગ્ર તાલુકાના ભીમ સૈનિકો દ્વારા કરવામા આવ્યુ હતુ.

ગુરૂવારે ૧૪ મી એપ્રિલે ટંકારામા ડો.‌ભીમરાવ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે તાલુકાના એક હજાર થી વધુ ભીમ સૈનિકો દ્વારા આયોજકો રમેશભાઈ રાઠોડ, મોહનભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ લાધવા, નાગજીભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમા, રેલીનો પ્રારંભ તાલુકા પંચાયત સામે ડો. આંબેડકર ભવનથી પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. રેલી દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષ ઉપરાંત, આર્યસમાજ સંસ્થા અને મુસ્લિમ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયાની રેલી ને આવકારી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવામા આવ્યા હતા. રેલી નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ આબેડકર હોલ ખાતે પૂર્ણ થતા કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામા સમૂહ ભીમભોજન માણ્યા બાદ પ્રસંગનુ સમાપન કરાયુ હતુ.