હળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઇ

હળવદમાં ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકારની ૧૩૧ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ પુષ્પાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના ડો.આંબેડકર ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સમાજના આગેવાનો દ્વારા હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે તાલુકાભર માંથી બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેને સમાજ અગ્રણીઓ દ્વારા સમાજને શિક્ષિત કરી નવો રાહ આપવા હિમાયત કરવામાં આવી હતી. તેમ ભરતભાઈ પરમાર અને જયંતિલાલ પરમાર દ્વારા જણાવાયું હતું.