વિશાલ જયસ્વાલ દ્વારા : આવનારી વિધાનસભા ની ચુંટણી ને ધ્યાને લઈને તમામ પાર્ટી એડી ચોટી નું જોર લગાવે ત્યારે આ વર્ષ આમ આદમી પાર્ટી પણ ભાજપ ને ટક્કર આપવા મક્કમ થઈ ગઈ છે યોજાયેલ સભા મા આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વિચારધારા થી પ્રેરાય ને હળવદ તાલુકાના રાતાભેર ગામ ના પ્રતિષ્ઠિત આગેવાનો,યુવાનો અને વડીલો ૨૭ વર્ષ થી સત્તા મા રહેલ ભાજપ પક્ષ ને છોડી ને આમ આદમી પાર્ટી સાથે ૧૫૦ થી વધુ ગ્રામજનો પુરા જોસ અને જુસ્સા સાથે એક પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.
આ તકે હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી,તાલુકા મંત્રી ખુમાનસિંહ રાજપૂત,તાલુકા OBC સેલ ઉપપ્રમુખ નવઘણભાઈ સારલા ૬૪- હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા ના સહ પ્રભારી જાદુભાઈ કુકવાવા હાજર રહિયા હતા કાર્યક્રમ ના વિશેષ ઉપસ્થિત મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા,જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાઘેલા,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલા,જિલ્લા મંત્રી શંકરભાઈ શીણોજિયા સહિત ના આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો હાજર રહિયા હતા