મોરબી : ખોખરા ધામ ખાતે હનુમાન જયંતિ નિમિતે પ્રધાનમંત્રી વરચ્યુલી જોડાશે

મોરબીના ભરતનગર ખોખર હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવસમી ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથા રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા પ્રસંગો ધામધુમથી ઉજવાય રહ્યા છે. રોજ હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે.

તે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે તા ૧૬ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવારે ૧૧ વાગ્યાથી સતત ૪૫ મિનીટ સુધી વરચ્યુલી જોડાશે અને સંબોધન કરશે અને ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.અને રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કિર્તીદાનગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે.

તો તમામ ભાવિકોએ લાભ લેવો આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન જાહેર આમંત્રણ પાઠવ્યું છે.