વાંકાનેરના ગામડાની મહિલાએ ૧૦૮ ટીમની કુનેહથી જોડીયા બાળકોને ઈમરજન્સીવાન મા જન્મ આપ્યો

પ્રસુતાની હાલત જોઈ ૧૦૮ ની ટીમે નોર્મલ ડિલેવરી કરાવી ફરજપાલન સાથે ઉમદા માનવધર્મ બજાવ્યો

મિત ત્રિવેદી દ્વારા :૧૦૮ ઈમરજન્સી સેવાને પ્રસુતિ સબબનો કોલ મળતા ઈમરજન્સી સેવા માટે સતત દોડતી વાંકાનેરની ઈમરજન્સી બસ મેડીકલ ટીમ સાથે વાંકાનેર તાલુકાના નાનકડા ગામડે પહોંચી હતી. પરંતુ પ્રસુતાની પ્રસવ પિડા અને હાલત જોઈ નજીકની હોસ્પિટલે પહોચવુ કઠીન જણાતા મેડીકલ ટીમે કુનેહથી બસમા જ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. બસ મા જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.

કોઈ પણ વ્યક્તિને માંદગી કે અકસ્માત સબબ ઈમરજન્સી સારવાર માટે આશિર્વાદરૂપ બનેલી ૧૦૮ ઈમરજન્સી બસ સેવાને વાંકાનેર તાલુકાના વિઠલપર નામના નાનકડા ગામડે થી પ્રસુતિ સબબનો કોલ મળતા વાંકાનેર ખાતે ઈમરજન્સી ૧૦૮ ને દોડાવતા તાબડતોબ બસના ઈએમટી અને પાયલટ ગામડે પહોંચી પ્રસુતા અને તેના પતિ સાથે નજીકની હોસ્પિટલ સારવાર અર્થે નિકળ્યા હતા. પરંતુ પ્રસુતા ની પ્રસવ પિડાથી કણસતી હાલત જોતા હોસ્પિટલ પહોંચવુ અશક્ય જણાતા ઈમરજન્સી વાનના ઈએમટી દિનેશભાઈ ગઢાદરા અને પાયલટ છેલુભાઈ સંઘાણીએ મહિલાની પિડા અને હાલતની ગંભીરતા પારખી ઈમરજન્સી બસને માર્ગ ઉપર થંભાવી કુનેહથી કામ લઈ બસમા જ સફળ અને નોર્મલ પ્રસુતિ કરાવી હતી.

બસમા પ્રસુતા મહિલા સંગીતાબેને એકીસાથે બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમા, એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. માતા અને નવજાત શિશુ સહિત ત્રણેયની હાલત તંદુરસ્ત જણાતા નજીકની હોસ્પિટલમા પ્રાથમિક સારવાર અપાવી ફરી ગામડે ઘરે હેમખેમ પહોંચાડી કર્તવ્ય સાથે ઉમદા માનવધર્મ બજાવતા નવજાત જોડીયા બાળકોના પિતા ભરતભાઈ ભાવવિભોર થઈ ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી અને પાયલટની સેવાભાવી વૃતિ પોતે નજરે જોવાથી પ્રભાવિત થઈ હર્ષના આંસુ સાથે પીઠ થાબડી હતી.