“૨૦ દિવસથી પીવાનું પાણી આવતું નથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ ખાલી બેડા પછાડીને આક્રોશ ઠાલવ્યો”
રાજકીય નેતાઓ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી સત્તામાં સફળતાની સીડી ચડતા રહે છે પરંતુ પ્રજા ચિંતન કાર્ય અંતર્ગત મોટાભાગના નેતાઓ નિષ્ફળ નીવડયા હોય તેમ મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે હાલ મોરબી-માળિયા મતવિસ્તાર ના મતદાર પ્રજા સાથે પણ આવું જ કંઈક બન્યું હોય તેમ અખબારને સમાચાર બન્યું છે મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય ને ગ્રામ્ય વિસ્તારના મંત્રીપદ માં સમાવેશ થયો છે
છતાં મોરબી-માળિયા મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે સમસ્યાઓની હારમાળા બની હોય તેમ તાજેતરમાં પીવાના પાણીની ભર ઉનાળે પુકાર ઉઠવા પામી છે જેમાં મોરબીના છેવાડાના વિસ્તારો તરીકે ઓળખાતા બોડકી અને કુંતાસી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા પડ્યા હોય તેમ છેલ્લા ૨૦ દિવસથી પાણી પીવાનું મળ્યું ના હોય તેવી એવી ફરિયાદ ઉઠવા પામી છે જે અખબારો ના સમાચાર બની છે ત્યારે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડીને પ્રજા ચિંતન કાર્ય સાથે અર્થે વિકાસની દિશામાં પીવાના પાણી લાઇટ પાકા રોડ રસ્તા ની સમસ્યાનો અંત મોરબી- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરો પાડવામાં આવે તેવી આજના આધુનિક યુગમાં લાગણી અને માંગણી ઉઠવા પામી છે