હનુમાન જન્મ મહોત્સવ નિમિતે ક્રિડા ભારતી – મોરબી દ્વારા સામાકાંઠે આવેલ કેસર બાગ માં કબડ્ડીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઇ વડસોલા(શૈક્ષીક મહા સંઘ), લલિતભાઈ ભાલોડીયા તેમજ મહેશભાઈ (આર એસ એસ), કિશોરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી) વગેરે હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ક્રિડાભારતી વિશે તેમજ જીવનમાં ખેલ કુદ નું મહત્વ સમજાવતી માહિતી આપેલ અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળામાંથી 19 શાળાએ અંડર – 14 અને અંડર – 17 માં કુલ 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં ક્રિડા ભારતી મોરબી તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને હનુમાન ચાલીસા આપવામાં આવી.
કબડ્ડી આયોજનના ફાયનલમાં અંડર – 14 માં આદર્શ નિવાસી શાળા અને અંડર – 17 માં આર્ય વિધાલય ટંકારની ટિમ વિજેતા થયેલ. અંતમાં ક્રિડા ભારતી – મોરબીના મંત્રી શ્રી હિતુભા એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાઓને અભિનંદન પાઠવેલ અને તમામ ટીમના કોચ અને નિર્ણાયકશ્રીઓને ક્રિડા ભારતી તરફથી યાદગારી સ્વરૂપે સ્મૃતિપત્ર આપવામાં આવેલ હતું.
કાર્યક્રમનું સંચાલન કૌશલભાઈ મહેતા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રેફરી તરીકે ધર્મરાજસિંહ તેમજ જાગૃતિબેન વગેરે એ ફરજ બજાવી હતી, કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ સહિતના ક્રીડાભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
ક્રિડા ભારતી મોરબીની ટીમ દ્વારા વધુમાં વધુ લોકો આ પ્રકલ્પ સાથે જોડાય તેવું આહવાન કરેલ. ક્રિડા ભારતીનો મુખ્ય ઉદેશ ખેલ જગત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આગળ લાવવાનું છે. રમત દ્વારા રાષ્ટ્ર નિર્માણ હેતુને સાર્થક રીતે સમજાવાયો હતો.