ટંકારા તાલુકાના ટોળ ગામે વિકાસને વેગ આપતા સરપંચ

સરપંચ બન્યાની સાથે જ ભૂગર્ભ ગટરનું વર્ષોથી પડતર કાર્યને વાદ વિવાદ વગર પાર પાડ્યું: સમગ્ર ટોળ ગામે સ્ટ્રીટ લાઈટ થી સમગ્ર ગામમાં પ્રકાશ આપવા માટે માગણી કરી”

ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામ ખાતે સરપંચ અ.રહીમ ભાઈ અલીભાઈ ગઢવાળા સહિત સમગ્ર ચૂંટાયેલ બોડી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વેગ આપવાની શરૂઆત કરી છે જેમાં સરપંચે જણાવેલ વિગત એવી છે કે ટોળ ગામ ખાતે ઘણા વર્ષો જુના વિવાદમાં રહેલ કબ્રસ્તાન પાસેની ભૂગર્ભ ગટર ને વાદ વિવાદ વગર ગંદા પાણી તેમજ વરસાદના પાણીના નિકાલ માટે પ્રજાહિત કામ કર્યું છે અને સમગ્ર ટોળ ગામના વિવિધ વિસ્તારો વોર્ડવાઇઝ સ્ટ્રીટ લાઈટ નો પ્રકાશ આપવા માટે રજૂઆત કરી છે તેમજ ફુલીયા હનુમાન મંદિરની બાજુમાં નદી પસાર પુલ બનાવવાની રજુઆતવાત કરી છે

તેમજ શાળાનું પેવર બ્લોક સહિત વિગેરે વિકાસ લક્ષી કાર્યને વેગ આપ્યો છે સમગ્ર ગામમાં હિન્દુ મુસ્લિમ ની વસ્તી આશરે 2000 જેટલી છે જેમાં મતદારોની સંખ્યા આશરે ૧૫૦૦ જેટલી રહી છે ટંકારા તાલુકાના ટોળ ગ્રામ્ય વિસ્તારની વિકાસની દોર શરૂ કરી દીધી છે સ્વચ્છતા સાથે સાથે પીવાના પાણી પાકા રોડ રસ્તા વરસાદના પાણીના નિકાલ તેમજ ગટરના ગંદા પાણીના નિકાલ વિગેરે સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરી પ્રજા ચિંતન કાર્ય સરપંચ અ.રહીમ ભાઈ ગઢવાળા સહિત સમગ્ર બોડીના ચૂંટાયેલા સભ્યો અને સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો ગ્રામજનો વિકાસ લક્ષી કાર્યને આવકાર સાથે વધુ વિકાસ લક્ષી કાર્ય સમગ્ર ટોળ ગામમાં થાય તેવી શુભેચ્છા અભિનંદન પાઠવી આશા વ્યકત કરી છે