જો ન પકડાયા હોત તો વધુ લોથ ઢાળવાની યોજના ઘડાઈ હતી.
મિત ત્રિવેદી દ્વારા : ટંકારમાં ગત ૬ ઠ્ઠી એપ્રિલે ટંકારા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા હાહાકાર મચાવતી લુંટ ખંડણી માટે ભર બપોરે પાન-બીડી, સોપારીના હોલસેલરને દુકાનમા ઘુસી ભડાકે દેવાની ચોંકાવનારી ઘટના બન્યા બાદ મૃતક વેપારીના પુત્ર અને અન્ય ધંધાર્થીને પણ ખંડણી માટે પતાવી દેવાની ફોનમા ધમકી દેવાના ખતરનાક ગુનામા પોલીસે હજુ યુવાનીના ઉંબરે ઉભેલા ત્રણ લવર મુંછીયા શખ્સો ને દબોચી લીધા હતા. પકડાયેલા ત્રણેય શખ્સોની જાણવા મળેલી ઈનસાઈડ સ્ટોરી વધુ ધ્રૂણા ઉપજાવે એવી છે.
થ્રીલર ફિલ્મ જેવી સ્ટોરી જેવી ખોફનાક ઘટના ટંકારામા ગત તા.૬ ઠ્ઠી એપ્રિલે ઘટી હતી જેમા, ટંકારામા પાન બીડી સોપારીના હોલસેલર સવજીભાઈ કકાસણીયા નામના વેપારીને ખંડણી માટે ફોન કરવા છતા વેપારીએ ગંભીર નોંધ ન લેતા ભર બપોરે દુકાનમા ઘુસી ભડાકે દીધા હતા.બાદમા, મર્ડર કરવા છતા કંઈ વળ્યુ ન હોવાથી ખંડણીખોરોએ મૃતક ના પરીવાર પાસેથી ગમે તે ભોગે દસ લાખ ઓકાવવા મૃતક ના પુત્રને ખંડણીના ફોન કરી તારા બાપને પતાવી દીધાનુ કહી દસ લાખ માટે પતાવી દીધો છે.
તુ નહી દે તો તારા હાલ તારા બાપ જેવા કરવાની ધમકી આપવાની ઘટના ઉપરાંત, અન્ય અશોકભાઈ મોહનભાઈ મુંછાળા નામના ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેરીંગના ધંધાર્થીને પણ પાંચ લાખની ખંડણી માટે ધમકી ભર્યા ફોન કરવાના ચોંકાવનારા બનાવમા પોલીસે બે સ્થાનિક પટેલ પ્રિન્સ જીતેન્દ્ર અઘારા, પટેલ હર્ષિત બેચર ઢેઢી અને પરપ્રાંતિય મહારાષ્ટ્ર ના ધૂલે નો યોગેશ રવિન્દ્ર પાવરા નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા ત્રણેય શખ્સો હજુ યુવાનીના ઉંબરે ઉભેલા યુવા વયના છે.
ગુનાખોરી આલમમા પ્રવેશ કરી ચુકેલા ત્રણેય શખ્સો અંગે ઘટના બાદ જાણવા મળેલી ઈન્સાઈડ સ્ટોરી વધુ ધ્રૂણા પેદા કરે એવી ખતરનાક છે.જેમા, ખંડણી માટે હત્યા કરનારા ત્રણ પૈકીના હર્ષિત ઢેઢી મૂળ ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સરાયા ગામનો છે. તેના પિતા બેચરભાઈ ના લગ્ન મહારાષ્ટ્ર ની મહિલા સાથે થયા હતા. તેઓને ટંકારામા પિવાના શુધ્ધ પાણી વિતરણ નો વ્યવસાય હોવાથી તેની સાળીના પુત્ર યોગેશ પાવરાને મહારાષ્ટ્ર ના ધૂલે થી અહીં પોતાના ધંધામા પગભર કરવા લાગ્યા હતા.
જેથી બંને સગા માસિયાઈ યોગેશ હર્ષિત વધુ નિકટ આવ્યા અને ભાઈ કરતા ભાઈબંધ બની ગયા હતા. હર્ષિત રેફ્રિજરેટર રીપેરીંગનુ કામ કરતો હતો. બંને ભાઈ સાથે ટંકારા નો પ્રિન્સ જીતેન્દ્ર અઘારા સંપર્ક મા આવતા ત્રિપુટી એ જલ્દી નાણા વાળુ થવા શોર્ટકટ સરળ હોવાથી હલકી માનસિકતા એ જન્મ લીધો અને શરૂ થયા નબળા અને અતિ નિમ્ન વિચારો, બસ હવે શુ કરવુ તેનુ પ્લાનીંગ ઘડીને સૌથી પહેલા કોને તારગેટ કરવા વિચારી તુરંત મૃતક વેપારી મગજ મા આવ્યા કારણ કે, પ્રિન્સ ના પિતાને પાનનો ગલ્લો હોવાથી મૃતક સવજીભાઈની દુકાને સોપારી સહિતના સામાન ખરીદીમા જતો હોવાથી નજીકથી ઓળખતો તો હર્ષિત પણ બાજુમા જ કામ કરતો હોવાથી મૃતક સહિત આખા પરીવાર ધંધાથી માહિતગાર હોવાથી ખંડણીની શરૂઆત સોફ્ટ લાગી હવે ધંધો અને ધાક જમાવવા હથીયારની વ્યવસ્થા પણ અન્ય મિત્રો દ્વારા થઈ જતા ફોનથી ખંડણી ન મળતા વેપારી ને ઢાળી દીધા અને તેના પુત્ર સહિત અન્યોને ફોન ચાલુ કર્યા. હજુ કમાણી થાય એ પૂર્વે ઝલાઈ ગયા.
જો ન પકડાયા હોત તો પંથકના ચાલીસેક માલેતુજારોનુ લીસ્ટ તૈયાર કરાયુ હતુ અને ધડાધડ ભડાકા કરી હજુ બે-ચાર ટપકાવી દેવાની ખોફનાક યોજના ઘડી કાઢી હતી. સીરીયલ લોથ ઢળે પછી ગમે તેને ફોન કરવાથી ફફડાટ મા ફોનથી જ ફટાફટ ખંડણી આવવા માંડવાના મનસુબા મગજમા ઘડયા હતા. ત્રણેય ને પંથકમા પોતાના નામ માત્રથી ગમે તેવા ચમ્મરબંધીની ફે ફાટવી જોઈએ એવો નિર્ધાર કરી જીમ જોઈન કર્યું હતુ. જીમમા સશક્ત શરીર બનાવી રોફ જમાવવાનો હલકો શોખ કેટલાય પરીવારોના માળા વિખી નાખત. ગુનાખોરીની આલમમા પ્રવેશતા જ ધાક જમાવવાના અતિ નિમ્ન કક્ષાના વિચારોએ મિત્રોની ગેંગ બનાવી હતી.
જેમા, હર્ષિતે તો જે થાળીમા ખાધુ એમા જ થુંકયુ હતુ ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેરીંગનુ કામ શિખડાવનાર ગુરૂ અશોક પટેલને ખંડણીનો ધમકી ભર્યો ફોન કર્યા હતા. અને પોતાની ઓળખ છતી ન થાય એટલે કચ્છી ભાષા જાણતો હોવાથી કચ્છી ભાષામા પતાવી દેવાની દાટી મારી હતી.