મોરબી શહેર ઉદ્યોગ નગર અને સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે જાણીતું છે જ્યાં પરપ્રાંતીઓ પણ પોતાના રોજગાર માટે આવી વસવાટ કરવા લાગ્યા છે જેથી મોરબી શહેર ની વસ્તીમાં વધારો થયો છે તેવી કારમી મોંઘવારીમાં ચોરીની ઘટના પણ વધવા લાગી હોય તેમ પોલીસ મથકે ઘટના પોલીસ ચોપડે ચડી છે ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયતની પાછળ શુભ હાઈટમાં રહેતાં શૈલેષભાઈ જગજીવનભાઈ ગાંભવા (ઉંમર ૪૦) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે
જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના લાતી પ્લોટ શેરી નં-૭ માં આવેલ નર્મદા એન્ટર પ્રાઇઝ સામે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩ એએમ ૦૩૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે કી.₹ ૨૫ હજાર રૂપિયાના બાઇક કોઈ અજાણ્યો ચોરી કરી છે તેવી જ રીતે ઘનશ્યામભાઈ નટવરલાલ પોપટએ પોતાનું બાઇક નંબર જીજે ૩ એસી ૪૧૭૯ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી આ બનાવમાં શૈલેષભાઈની લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
તો મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર શેરી નં-૬ માં રહેતા ધીરુભાઈ દેવરાજભાઈ ભોરણીયા જાતે પટેલ (૫૭) એ પોતાના ઘર પાસે તેનું બાઇક નંબર જીજે ૩ સીએચ ૮૫૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ધીરુભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ શેરી નં-૪ માં રહેતા હાજીભાઇ કાસમભાઈ ખુરેશી જાતે મતવા (ઉંમર ૪૩) એ પોતાના ઘર પાસે તેની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૭૩૫ ને પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને દોઢ લાખ રૂપિયાની કિંમતની સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાજીભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે વાહન ચોરીના જુદાજુદા ગુના નોંધીને તપાસ હાથ ધરી છે.