કાળમુખા ડંમ્પર ચાલકે વૃધ્ધાને અડફેટમાં લેતાં મોત
વિશાલ જયસ્વાલ : હળવદ પંથકમાં બેફામ રેતીચોરીના દુષણ ફુલ્યુ ફાલ્યુ છે અને અવારનવાર ડંમ્પર ચાલક બેફામ બનીને અડફેટમાં લયને વાહનચાલકોને નુકસાન કે જીવ ખોવાનો વારો આવે છે ત્યારે આજે વહેલી સવારે બ્રાહ્મણી નદીમાંથી ખનીજચોરીના પગલે ટીકરથી નિકળેલી રેતી ભરેલાં ડંમ્પરે વૃદ્ધાને અડફેટમાં લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે બનાવના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડંમ્પરને ઝડપી પાડીને પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે હળવદ શહેરમાં પોલીસ સ્ટેશનની આજુબાજુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેતીના સટ્ટા જમાવી દેવામાં આવ્યા છે ત્યારે જવાબદાર તંત્ર જાગે અને કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
ટીકરની બ્રાહ્મણી નદી રેતીચોરીનુ સેન્ટર માનવામાં આવે છે અને મોટાભાગની ખનીજ ચોરી રોકવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જાય છે ત્યારે અવારનવાર અકસ્માત સર્જીને લોકોના જીવ જોખમમાં મુકતાં ડંમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા પુરતી જ કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે ટીકરની નદીમાથી રેતી ભરીને ઘાટીલા પાસે ઓવરલોડ ડંમ્પરે વૃદ્ધા શાંતિબેન ધુડાભાઈ ઉપસરીયાને અડફેટમાં લેતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ જોકે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડંમ્પરને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું. અત્રે હળવદ શહેરમાં પોલીસ સ્ટેશનની આજુબાજુ મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતે રેતીના સટ્ટા જમાવી દીધાં છે ત્યારે આ સમગ્ર રેતીચોરીના કારણે સરકારી તિજોરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોચાડે છે ત્યારે જવાબદાર તંત્ર કાર્યવાહી કરી તે જરૂરી બન્યું છે.