હાલ ગુજરાતમાં વિધાનસભા અંતર્ગત રાજકીય નેતાઓની સેન્સ પ્રક્રિયા સાથે વિરોધનો મધપૂડો પણ ફુકાતો રહ્યું છે ત્યારે મેડિકલ કોલેજને લઈને વિરોધી નેતાઓની વિરોધ પ્રદર્શન પ્રક્રિયાને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા જશ ખાટવા સામે ખુલાસો કર્યો છે જેમાં જાણવા મળતી વિગત એવી છે કે મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તારીખ ૧૩-૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, અનિલભાઈ મહેતા સહિત મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના આગેવાન વેલજીભાઈ બોસ, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયભા જાડેજા, જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય તથા
ગુજરાત સરકારના પંચાયત અને શ્રમ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા તથા જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ દરમિયાન રજુઆત કરવામાં આવેલ હતી. આરોગ્ય મંત્રીએ સર્વે આગેવાનોને પુર્ણ ખાતરી આપેલ હતી કે અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે. કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે.
કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે જે પ્રેસ કોન્ફરન્સ કરી મોરબી જીલ્લાની પ્રજાને જયારે ગુમરાહ કરી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જીલ્લાના તાલુકાઓમાં શું વિકાસ કર્યો છે તે પ્રજા જાણે છે. માટે પ્રજા કોંગ્રેસને જાકારો આપી રહી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ માટે ઉપવાસ આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરવાના જે પ્રયત્નો કરે છે તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા જીલ્લા ભાજપના આગેવાનોએ આ કૃત્યની ઘોર આલોચના કરી છે.
મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની દરેક પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે