આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેલીઝ/ મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, ૫રવળ, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કંકોડા, ટીંડોળા, મરચા વગેરે પાકોને ટેકો આ૫વા પાકા સિમેન્ટના અને લોખંડના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી પાકા સ્ટ્રકચર બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૧,૬૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે તથા બોર્ડર ઉપર સીમેન્ટ/લોખંડના ટેકા તથા વચ્ચે લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી અર્ધ પાકા મંડપ બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૮૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી કાચા મંડપ માટે પ્રતિ હેક્ટર ૫૨,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૨૬,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય આપી શકાશે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ ખાતેદાર દીઠ ૨ (બે) હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને તે માટે તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૫,૧૮,૫૮ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.