લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે મોરબી નાં રમેશભાઈ રૂપાલા ની વરણી: ચોમેરથી રમેશભાઈ રૂપાલા પર અભિનંદન વર્ષા.
તાજેતર માં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જે. ની ૩૩મી વાર્ષિક ડિસ્ટ્રિક કોન્ફરન્સ સામર્થ્ય નું અમરેલી ખાતે વસંતભાઈ મોવલિયા અને લાયન્સ કલબ અમરેલી પરિવારના યજમાન પદે યોજાયેલ જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છની ૮૧ જેટલી લાયન્સ કલબ માંથી ડેલિગેટ તરીકે ૫૪૫ લાયન્સ સભ્યોની ઉપસ્થિત રહેલ
આ તકે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ નાં ઈન્ટરનેશનલ ડાયરેક્ટર વામશિધર બાબુ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણભાઇ છાજડ, મલ્ટીપલ કાઉન્સિલ જે.પી. ત્રિવેદી, અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ રેખાબેન મોવલિયા,, મુખ્ય અતિથિ વિશેષ તરીકે તેમજ પૂર્વે ગવર્નર રમેશભાઇ પ્રજાપતિ, બેંગલોર ના.પૂર્વ ગવર્નર ડૉ સંજય સાથે ડિસ્ટ્રિક ૩૨૩૨ જે નાં પુર્વ ગવર્નરઓ સહિત વિશેષ ઉપસ્થિત રહેલ.
આ તકે સૌ પ્રથમ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સનાં દિવંગત સભ્યો ને શ્રધાંજલી, ભાવાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ. ત્યાર બાદ ૩૩મી વાર્ષિક ડી સ્ટિક કોન્ફરન્સ સામર્થ્ય મીટીંગ નાં મુખ્ય એજન્ડા સહિત વિશેષ કરીને નવી ટીમની રચના અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ નાં બંધારણ અને કાયદાકીય પ્રોસીજર મુજબ ગવર્નર સહિત તમામ હોદા અને ટીમ ના તમામ ઉમેદવારો નાં પ્રસંગોચિત વકતવ્ય અને પોતાની ઉમેદવારી, દાવેદારી મુખ્ય ઉદ્દેશ્ય ની ઉપસ્થિત તમામ સભ્યો સમક્ષ રજૂઆત બાદ ચૂંટણી સમિતિ દ્વારા તેઓના નામ નેં બહાલી સાથે રજીસ્ટ્રેશન બાદ ચૂંટણી સમિતિ દ્વારા ડિજિટલ પધ્ધતીથી તમામ સભ્યો મતદાન દ્વારા ત્રણેય મુખ્ય ઉમેદવારો ને પોતાના મત આપી પસંદગી કરવા માં આવેલ.
જેમાં બપોરે મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા ગવર્નર નાં ઉમેદવાર તરીકે એસ.કે.ગર્ગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે નાં ગવર્નર તરીકે ,તેમજ પોરબંદર નાં હિરલબા જાડેજા પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તેમજ મોરબીના કર્મશીલ યુવા પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલા ને 93% ના પોઝીટીવ વોટ થી બિનહરીફ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છ નાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે ચૂંટણી સમિતિ દ્વારા વિજેતા ઘોષિત કરતા ઉપસ્થિત તમામ લાયન્સ પરિવાર તેમજ મહાનુભાવો દ્વારા હર્ષ ભેર કરતાલ ધ્વનિ સાથે વધાવી લઇ અભિનંદન વર્ષા સાથે પોતાની શુભેચ્છા પાઠવેલ.
ઉલેખનીય છે કે મૂળ નાની વાવડી નાં વતની હાલ મોરબી સ્થિત પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલા એ નાની વય થી સંઘર્ષ કરી મોરબી ખાતે ફોટોગ્રાફર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી મોરબી ફોટો વિડિયો એશો.નાં પ્રમુખ તરીકે ૧૫ વર્ષ સેવા બજાવેલ તેમજ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ નાં મોરબી માળિયા ઝોન ઉ પ પ્રમુખ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ નાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સેવા બજાવતા રમેશભાઈ રૂપાલા એ પોતાની કારકિર્દી માં ઉતરોત્તર પ્રગતિ કરી બાંધકામ ,જમીન મકાન ક્ષેત્રે ઝંપલાવી તેમાં પણ યશસ્વી સફળતા મેળવી છે
તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છ માં પોતાના યોગદાન સાથે તાજેતર મા જ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ ૩૨૩૨ જેનાં દ્વિતીય વાઇસ ગવર્નર તરીકે ચૂંટાઈ આવતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માંથી તેમનાં બહોળા મિત્ર મંડળ, શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા વચે નમ્રતા પૂર્વક આભાર માનતા રમેશભાઈ રૂપાલા એ પોતાની આ સફળતા નો શ્રેય સૌરાષ્ટ્ર કચ્છની દરેક લાયન્સ ક્લબ અને લાયન્સ પરિવાર મિત્રોનેં આપતા આ તકે તેઓ દ્વારા તમામ મિત્રોનો આભાર અને લાગણી સભર સહયોગ સાથે, પોતાના પર મુકેલ વિશ્વાસ ને સવાયો કરી બતાવવા હર હમેશ તત્પર રહેવાની ખાતરી આપતા રમેશભાઈ રૂપાલા એ પોતાની સફળતા ને વ્યક્તિ ગત નહી લેખતા પોતાની સમગ્ર ટીમ ને યશ આપી રહ્યા છે.
તેમજ આવનારા સમયમા તન,મન,ધન થી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. નાં અદના સેવક તરીકે લાયનવાદ નાં સિદ્ધાંત અને મૂળ ભૂત ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા હર હંમેશ તત્પર રહેવા ખાત્રી નવનિયુક્ત દ્વિતીય વાઇસ ગવર્નર ઇન્ટર નેશનલ લાયન્સ વતી ખાત્રી આપેલ.