સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી ભાવનાને વરેલી માત્ર બહેનો દ્વારા ચાલતી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ નો શપથ ગ્રહણ સમારોહ તારીખ 19-4-2022 ના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયો . જેમાં નવા વર્ષના નવનિયુક્ત પ્રેસિડેન્ટ ઈલા નયનાબેન બારા તેમજ તેમની ટીમે શપથ લીધી હતી
ટીમના હોદ્દેદારો આ પ્રમાણે છે, પ્રેસિડેન્ટ ઈલા નયનાબેન બારા, વાઇસ પ્રેસિડેન્ટ ઈલા મયુરીબેન કોટેચા, રંજનાબેન શારડા, સેક્રેટરી પુનમબેન હિરાણી, જ્યોતિબેન વિઠલાપરા, કામિનીબેન સિંગ, ટ્રેઝરર પુનિતા બેન, ચેતનાબેન, મનીસાબેન, સિનિયર કાઉન્સિલર ધ્વનિબેન મારસેટી, પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રફુલાબેન સોની, કવિતાબેન મોઢાની, રુપલબેન પટેલ, નિશીબેન બંસલ, પ્રજ્ઞાબેન ગોસ્વામી, પૂર્વીબેન શાહ, બોર્ડ ઓફ ડિરેક્ટર માનસીબેન હિરાણી પૂજાબેન પારેખ, હીનાબેન પંડ્યા, પુષ્પાબેન કારીયા તથા અન્ય સભ્યોએ શપથ લીધી હતી.
કાર્યક્રમમાં શપથવિધિ પુરોહિત તરીકે નેશનલ કો-ચેરમેન ઈલા ધીમંતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા .આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઈલા શોભનાબા ઝાલા (નેશનલ જોઇન્ટ સેક્રેટરી), વિજયાબેન કટારીયા (સ્ટેટ પ્રેસિડેન્ટ), સુરેશભાઈ કટારીયા (વેસ્ટ સેક્ટર ચેરમેન )તેમજ જીતુ ભાઈવડસોલા (મેનેજીંગ ટ્રસ્ટી નીલકંઠ વિદ્યાલય ), અતુલભાઇ જોશી(પ્રેસ પ્રેસિડેન્ટ ), ભુપતભાઈ રવેશિયા (લોહાણા સમાજ પ્રમુખ )વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .
ઇન્ડિયન લાયોનેસ મોરબી ક્લબની કામગીરીને બિરદાવતા તમામ અતિથિઓએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મોરબી માટે ગૌરવ સમાન એવી બહેનો દ્વારા ચાલતી આ ક્લબ વધુ ને વધુ સારા સેવાકીય કાર્યો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી આ માટે તમામ અતિથિઓએ તેમને લગતા કોઈપણ કામકાજ માટે બહેનોને ગમે ત્યારે મદદ કરવાની તૈયારી બતાવી હતી .
પૂર્વ પ્રમુખ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ તેમજ ફાઉન્ડર પ્રમુખ શોભનાબા ઝાલાની કામગીરીને બિરદાવતા નયનાબેન બારા પણ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ક્લબ નું નામ આ જ રીતે ધમધમતું રાખશે તેવી અપેક્ષા ઇન્ડિયન લાયન ચીફ પેટન હિતેશભાઈ પંડ્યા તેમજ ભૂતપૂર્વ નેશનલ ચેરમેન શ્રીમતી આશાબેન પંડ્યાએ રાખી હતી .ઇન્ડિયન નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કરએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.