હળવદ : શિવ મંદિર લાભાર્થે નવા માલણીયાદમા ૬૦ લાખનો લોકફાળો એકત્રિત

વિશાલ જયસ્વાલ : હળવદની પાવનકારી ધરતી પર અનેક સંતો મહંતોની પધરામણી અને કથાવાર્તાઓ થકી ભક્તિ ભાવપૂર્ણ વાતાવરણ બની રહે છે અને જેના થકી ઉચ્ચ સંસ્કારનુ સિંચન થાય છે ત્યારે નવા માલણીયાદ ખાતે શિવ મંદિર લાભાર્થે યોજાયેલી રામજી મંદિર ચોક ખાતે જાહેર સભામાં સંતોની હાજરીમાં ગણતરીની મિનિટોમાં લાખો રૂપિયા એકત્રિત થતાં આગામી સમયમાં નર્મદાના કેનાલ પાસે શિવ મંદિર નવનિર્માણ પામશે.

નવા માલણીયાદ ખાતે શિવ મંદિર લાભાર્થે કૃષણનગર ખાતે રામજી મંદિર ચોકમાં ભવ્ય રાત્રી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો આયોજિત ભવ્ય નવનિર્માણધિન શિવ મંદિર લાભાર્થે સભામાં હળવદ શહેરના જુના ટાવરવાળા મંદિર ખાતેથી પુ.ભક્તિનંદન સ્વામીજીએ પોતાની આગવી શૈલીમાં ગ્રામજનોને શિવ મંદિર મહિમા વિશે રસપાન કરાવ્યું હતું અને ગ્રામજનોએ સ્વામીજીના નેતૃત્વમાં ગણતરીની મિનિટમાં આશરે ૬૦ લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરીને ભવ્ય મંદિર નિર્માણમાં લાભ લીધો હતો

તો વધારે સમિતિના જણાવ્યા મુજબ હજુ પણ શિવ મંદિર નિર્માણ અર્થે લોકફાળાનો પ્રવાહ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં લોકફાળા થકી નવા માલણીયાદની ધરતી પર નર્મદા કેનાલ કાઠે ભવ્ય શિવ મંદિર નિર્માણ પામશે તો સાથે આ પ્રસંગે મંદિર નિર્માણ અર્થે ભુમિદાનના દાતાનુ સન્માન કરવામાં આવ્યું હતું