વિશાલ જયસ્વાલ : હળવદ પંથકમાં રેતીચોરીના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સતત બીજા દિવસે પણ પાસ પરમિટ વગરનું રેતી ભરેલું ડંમ્પર ઝડપી લીધું છે જેમાં નવા દેવળીયા પાસેથી પાસ પરમિટ વગરના ડંમ્પરને ઝડપીને પોલીસ હવાલે કરી ખાણખનીજનો મેમો ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બ્રાહ્મણી નદીમાં બેફામ બનેલ ખનીજચોરીનુ દુષણ ડામવા પોલીસે કામગીરી આરંભી દીધી હોય તેમ વેગડવાવ રેલવે ફાટક પાસેથી આશરે ૫૬ ટન રેતી ભરેલા ડંમ્પરને ઝડપીને ખાણખનીજનો મેમો આપ્યો હતો જ્યારે મોડી સાંજે નવા દેવળીયા પાસેથી રેતી ભરીને જતાં ડંમ્પર ચાલકને અટકાવી પાસ પરમિટ નહીં મળતાં પોલીસે જીજે ૩૬ વી ૯૮૯૩ને ૨૦ ટન રેતી સાથે ઝડપીને ખાણ ખનીજ વિભાગનો મેમો ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ પોલીસ દ્વારા વેગડવાવ રેલવે ફાટક પાસેથી ૫૬ ટન રેતી અને નવા દેવળીયા પાસેથી ૨૦ ટન રેતી ભરેલું ડંમ્પર ઝડપી લીધું હતું ત્યારે એક સરખા જ દેખાતા ડંમ્પરમા રેતીના વજનમાં ૩૬ ટન વજનનો ફેરફાર મળ્યો છે ત્યારે પોલીસે હાલતો બન્ને ડંમ્પરો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.