વિશાલ જયસ્વાલ : ભારત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુ થી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ વિભાગના જેમ કે આંખના ડોક્ટર, દાંતના ડૉક્ટર, હાડકા ના ડોક્ટર, ફિઝીસિયન ડોક્ટર, નાક કાન ગળા તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત તેમજ બાળરોગ નિષ્ણાંત એ સ્થળ પર જ લોકો ને યોગ્ય તપાસ કરી દવાઓ આપી હતી નિરામય હેલ્થ કાર્ડ આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ ભારત સરકારની તમામ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, રજનીભાઈ સંઘાણી, ટીડીઓ, મામલતદાર, સહીત ના હાજર રહ્યા હતા.
ટી.એચ.ઓ ભાવિન ભટ્ટી, નરશીભાઈ પ્રજાપતિ વહીવટી અધિકારી, TPA કશ્યપ પુજારા ,TMPHS સીએમ ઉભાડીયા , અધિક્ષક હર્ષિદાબેન પટેલ તેમજ CHO ધારાબેન સુથાર સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પિયુષ રાવલ દ્વારા કરવામાં આવ્યો હતું.